ડિશ ટીવી એન્ડ્રોઇડ સેટ ટૉપ બૉક્સની કિંમત, એચડીએમઆઈ મૉનિટર ટૂ ટીવી કનેક્ટર
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • તરત રિચાર્જ

  • New Connection નવું ક્નેક્શન
  • Need Help મદદ મેળવો
  • My Account લૉગ ઇન કરો
    My Account મારું અકાઉન્ટ
    Manage Your Packs તમારા પૅકને મેનેજ કરો
    Self Help સ્વયં સહાયતા
    Complaint Tracking ફરિયાદનું ટ્રેકિંગ
Atminirbhar

તમારા ટીવીમાં ઘણું બધું જોવું હોય તો DishSMRT HUB લો, માત્ર @ 1694#

હમણાં મેળવો

dishSmartHub
#વર્તમાન ડિશટીવી સબસ્ક્રાઇબર + પૅકની કિંમત
 
hub
hub
hub
hub
hub
hub
  • તમારા મનોરંજનનો સાથી અને ઘણું બધું

  • રેગ્યુલર ચૅનલો + વેબ કન્ટેન્ટ સ્ટ્રીમિંગ

  • ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્સ અને ગેમ્સ ડાઉનલોડ કરો

  • ગૂગલ આસિસ્ટન્ટ વડે વૉઇસ સર્ચ

  • અનુકૂળ હોમ સ્ક્રીન

  • સ્માર્ટ હોમ ડિવાઇસને નિયંત્રિત કરો

એકથી વધુ વપરાશકર્તા પ્રોફાઇલ બનાવો

વધુ વાંચો

રિમોટ એપ સાથે તેને તમારા ફોનમાંથી નિયંત્રિત કરો

વધુ વાંચો

ક્રોમકાસ્ટ

વધુ વાંચો

મિરાકાસ્ટ

વધુ વાંચો

વારંવાર પૂછાતા પ્રશ્નો

DishSMRT HUB શું છે? આ બૉક્સમાં કઈ કઈ વિશેષતાઓ ઉપલબ્ધ છે?
DishSMRT HUB એક એન્ડ્રોઇડ ટીવી આધારિત ઇન્ટરનેટ કનેક્ટેડ સેટ-ટૉપ બૉક્સ છે, જે તમને નિયમિત ટીવી ચૅનલો ઉપરાંત વિવિધ એપ્સ અને ગેમ્સને ઍક્સેસ આપે છે. તે Google Assistant, ક્રોમકાસ્ટ, વાઇ-ફાઇ અને બ્લૂટૂથ સપોર્ટ અને વૉઇસ રિમોટ સાથે ઉપલબ્ધ છે.
  • a) હવે તમે એમેઝોન પ્રાઈમ, ઝી5, વૂટ, સોનીલિવ, અલ્ટ બાલાજી, હોટસ્ટાર અને યુટ્યુબ જેવી એપને ઍક્સેસ કરી શકો છો અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઘણું બધું ડાઉનલોડ કરી શકો છો.
  • b) ઇનબિલ્ટ ક્રોમકાસ્ટ સાથે તમે લૅપટૉપ, ટૅબ્લેટ અથવા મોબાઇલ ફોનમાંથી સીધા તમારા ટીવી પર કોઈપણ શો, મૂવી, મ્યુઝિક, ગેમ્સ, સ્પોર્ટસ, ફોટા અને વિડિઓ ખૂબ જ સહેલાઈથી કાસ્ટ કરી શકો છો.
  • c) Google Assistant વૉઇસ સર્ચને લીધે કન્ટેન્ટ શોધવાનું ખૂબ જ સરળ છે
  • d) તમે તમારી મનપસંદ ટીવી ચૅનલો પણ જોઈ શકો છો અને અનુકૂળતા મુજબ મનપસંદ કાર્યક્રમ સેટ કરી શકો છો, રિમાઇન્ડર રાખી શકો છો અને રેકોર્ડ પણ કરી શકો છો
  • e) તમે તમારી પસંદ કરેલી પ્રોફાઇલ મુજબ વ્યક્તિગત કન્ટેન્ટની ભલામણો જોઈ શકો છો.
ઍક્સેસ માટે કઈ કઈ એપ્સ ઉપલબ્ધ છે?
એપ વિભાગમાંથી તમે તમારા સેટ-ટૉપ બૉક્સ પર પ્રાઇમ વિડિઓ, ઝી5, વુટ, સોનીલિવ, અલ્ટ બાલાજી, હંગામા અને Watcho જેવી ફીચર્ડ અને પ્રીલોડેડ એપ્સ ઍક્સેસ કરી શકો છો. તમે ઓટીટી (યુટ્યુબ, હોટસ્ટાર), સ્પોર્ટ્સ (ઇએસપીએન, સીએનબીસી, એનબીસી, ફૉક્સ સ્પોર્ટ્સ), ન્યૂઝ (એનડીટીવી, આજ તક, ઇન્ડિયા ટુડે), સોશિયલ મીડિયા (ફેસબુક Watch), પ્રેરણાત્મક (ટેડ ટૉકસ), કુકિંગ (ફૂડ નેટવર્ક, કિચન સ્ટોરીઝ), ધાર્મિક (ભક્તિ) વગેરે જેવા પ્રકારની એન્ડ્રોઇડ ટીવી પ્લેસ્ટોર પર પણ ઉપલબ્ધ હજારો એપ્સ અથવા ગેમ્સ (એસ્ફાલ્ટ, બોમ્બ સ્ક્વોડ, માર્સ) ડાઉનલોડ કરી શકો છો.
આ સેટ-ટૉપ બૉક્સ પર ઉપલબ્ધ અન્ય વિશેષતાઓ શું છે?
આ એન્ડ્રોઇડ ટીવી આધારિત પ્લૅટફોર્મ છે, જેથી તેમાં ગૂગલ તરફથી વધારાની સુવિધાઓ અને નિયમિત અપડેટ્સ હશે. અન્ય કેટલીક સુવિધાઓ જે ટૂંક સમયમાં આવી રહી છે - ક્લાઉડ સ્ટોરેજ અને રેકોર્ડિંગ વગેરે.
નિયમિત સેટ-ટૉપ બૉક્સ કરતાં DishSMRT HUB કેવી રીતે વધુ સારું છે?
  • 1) આ છે 1જીબી રેમ ધરાવતું એન્ડ્રોઇડ ટીવી આધારિત ઇન્ટરનેટ કનેક્ટેડ સેટ-ટૉપ બૉક્સ
  • 2) વિવિધ એપ અને ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ ડાઉનલોડ કરવા માટે 8GB આંતરિક મેમરી
  • 3) સરળ શોધ માટે વૉઇસ રિમોટ
  • 4) વ્યક્તિગતકરણ માટે બહુવિધ પ્રોફાઇલ
  • 5) ઇચ્છા મુજબ કન્ટેન્ટ રેકોર્ડ કરવા માટે બે યૂએસબી પોર્ટ
  • 6) હવે તમે તમારી વિવિધ મનપસંદ ટીવી ચૅનલ જોવા ઉપરાંત વિવિધ એપ અને ગેમને ઍક્સેસ કરી શકો છો
શું યૂટ્યૂબ/પ્રાઇમ/ઝી5 વગેરે જેવી એપ્સનો ઉપયોગ કરવા માટે કોઈ અલગ શુલ્ક છે?
પ્લે સ્ટોર પર ઉપલબ્ધ મફત એપ્સ અથવા ગેમ્સ અને યુટ્યુબ, ગુગલ પ્લે મૂવીઝ અને ટીવી, ગૂગલ પ્લે મ્યુઝિક, ગૂગલ પ્લે ગેમ્સ વગેરે જેવા ગૂગલ એપ પર ઉપલબ્ધ એપ્સનો ઉપયોગ કરવા માટે કોઈ અતિરિક્ત શુલ્ક નથી. જોકે તમારે તેમના સબસ્ક્રિપ્શન પ્લાન અનુસાર એપ્સ માટે અતિરિક્ત રીતે સબસ્ક્રાઇબ કરવાની જરૂર પડી શકે તેમ છે.
રિમોટ કન્ટ્રોલ પર નીચેની કીઝનો ઉપયોગ શું છે?
  • હોમ: તમે સીધી હોમ સ્ક્રીન ઍક્સેસ કરી શકો છો
  • વિકલ્પ: તમે કોઈપણ કાર્યક્રમ માટે વિસ્તૃત વર્ણન ધરાવતી સ્ક્રીન ઍક્સેસ કરી શકો છો.
  • Google Assistant: તમે વૉઇસ સર્ચ માટે ઉપયોગ કરી શકો છો
  • બૅક: તમે પાછલા વિભાગમાં પરત જઈ શકો છો
  • યૂટ્યૂબ: તમે સીધો યૂટ્યૂબનો ઍક્સેસ કરી શકો છો
  • Watcho: તમે સીધો Watcho એપનો ઍક્સેસ કરી શકો છો
  • સેટિંગ્સ: તમે સીધો સેટિંગ વિભાગનો ઍક્સેસ કરી શકો છો
  • ગાઇડ: તમે સીધો ચૅનલ ગાઇડનો ઍક્સેસ કરી શકો છો
  • રેકોર્ડિંગ: તમે તમારી પસંદગીના પ્રોગ્રામને સીધા રેકોર્ડ કરી શકો છો.
હું એક કરતાં વપરાશકર્તા પ્રોફાઇલ કેવી રીતે બનાવી શકું? હું પહેલેથી જ બનાવેલ પ્રોફાઇલને કેવી રીતે એડિટ કરી શકું?
તમે તમારી સ્ક્રીનની ટોચની ડાબી બાજુમાંથી પ્રોફાઇલ વિભાગને ઍક્સેસ કરી શકો છો અને તમારી પસંદગી મુજબ 5 વપરાશકર્તા પ્રોફાઇલ બનાવી શકો છો. તે જ પ્રોફાઇલને રિમોટની વિકલ્પ કીનો ઉપયોગ કરીને એડિટ પણ કરી શકાય છે.
એકથી વધુ વપરાશકર્તા પ્રોફાઇલ બનાવવાના ફાયદા શું છે?
તમને તમારી પસંદગી મુજબ સંબંધિત કન્ટેન્ટની ભલામણ મળશે. તમે સ્ક્રીનના તળિયે ઉપલબ્ધ "તમારી ટાઇલ્સને કસ્ટમાઇઝ કરો" વિકલ્પોમાંથી તમારી સુવિધા અનુસાર તમારી હોમ સ્ક્રીન રેલ્સને કસ્ટમાઇઝ કરી શકશો. તમારા માટે ભલામણ કરેલ રેલ તમને તમારી પ્રોફાઇલ હેઠળ પસંદ કરેલી ભાષા અને શૈલીઓ મુજબના કન્ટેન્ટ બતાવશે. તમારા માટે ભલામણ કરેલ રેલ તમને તમારી પ્રોફાઇલ હેઠળ પસંદ કરેલી ભાષા અને શૈલીઓ મુજબના કન્ટેન્ટ બતાવશે.
હું ચૅનલ અથવા એપ્સ કેવી રીતે ઍક્સેસ કરી શકું?
તમે રિમોટથી લઈને સંબંધિત ચૅનલ સુધી કોઈપણ ચૅનલ નંબર દાખલ કરી શકો છો અથવા તમે ગાઇડમાંથી તમારી પસંદગીની ચૅનલ પણ ઍક્સેસ કરી શકો છો. તમે પણ હાલમાં જોયેલા ચૅનલ અથવા એપને બૉક્સની હોમ સ્ક્રીન પર હાલમાં જ ઍક્સેસ કરી શકો છો.
હું ચૅનલ ઑડિયોની ભાષા કેવી રીતે બદલી શકું?
તમે તમારા રિમોટના ગ્રીન બટનથી તમારા ચૅનલ ઑડિયોની ભાષા બદલી શકો છો.
હું ટીવી ગાઇડને કેવી રીતે ઍક્સેસ કરી શકું છું?
તમે હોમ સ્ક્રીન પરના સાઇડ મેનૂ બારથી અથવા રિમોટ પરના બટનથી ગાઇડને સીધા ઍક્સેસ કરી શકો છો.
હું ચૅનલ ગાઇડમાંની શૈલીમાં કેવી રીતે બદલાવ કરી શકું છું?
તમે શૈલી બદલવા માટે અને આવશ્યક તરીકે પસંદ કરવા માટે રિમોટ પરના લાલ બટનનો ઉપયોગ કરી શકો છો. પસંદ કરેલી શૈલી તમારી ગાઇડની સ્ક્રીનના ટોચની બાજુમાં લાલ કલરમાં સૂચિત પણ કરવામાં આવશે.
હું મનપસંદ અથવા રિમાઇન્ડરને કેવી રીતે સેટ અથવા હટાવી શકું છું?
તમે સીધા જ ચેનલ ઇન્ફોબાર અથવા ચેનલ ગાઇડમાંથી સેટ અથવા હટાવી કરી શકો છો. તેને રિમોટ પરના વિકલ્પ બટનમાંથી ઍક્સેસ કરવા યોગ્ય વિસ્તૃત વર્ણન કરેલી સ્ક્રીનમાંથી સેટ અથવા હટાવી શકાય છે.
શું હું મારા મનપસંદ કાર્યક્રમોને રેકોર્ડ કરી શકું છું?
હા, તમે ચૅનલ ઇન્ફો બાર અથવા ગાઇડમાંથી તમારા મનપસંદ કાર્યક્રમોને રેકોર્ડ કરી શકો છો અથવા માત્ર તમારા રિમોટ પરના રેકોર્ડ બટનનો ઉપયોગ કરીને રેકોર્ડ કરી શકો છો.
હું કેટલું રેકોર્ડ કરી શકું છું? / હું કેટલા સમય સુધી રેકોર્ડ કરી શકું છું? / મારી પાસે કેટલી જગ્યા છે?
તમે કોઈપણ પેન ડ્રાઇવ અથવા હાર્ડ ડ્રાઇવને કનેક્ટ કરીને અમર્યાદિત રેકોર્ડિંગ કરી શકો છો.
મહત્તમ કેટલો USB સ્ટોરેજ સપોર્ટ છે? કયું ફોર્મેટ સપોર્ટ કરે છે?
એનટીએફએસ અથવા એફએટી32 ફોર્મેટ સાથે બૉક્સ પર મહત્તમ 500 જીબીની યુએસબી ક્ષમતાનો સપોર્ટ છે.
શું હું ભાવિ કાર્યક્રમો રેકોર્ડ કરી શકું છું? શું હું ભૂતકાળના કાર્યક્રમો રેકોર્ડ કરી શકું છું?
તમે ચાલુ કાર્યક્રમ અથવા આગળ થનાર કોઈપણ કાર્યક્રમને રેકોર્ડ કરી શકો છો. જોકે તમે આ પહેલાં પ્રસારિત કરેલો કોઈ કાર્યક્રમ રેકોર્ડ કરી શકતા નથી.
શું હું ઇન્ટરનેટ અથવા ઉદાહરણ તરીકે યુટ્યુબ પર હોય તેવા કાર્યક્રમો રેકોર્ડ કરી શકું છે?
આ તમે જે એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છો તેના પર નિર્ભર કરશે. ઉદાહરણ તરીકે યુટ્યુબ ઑફલાઇન સુવિધા આપે છે, જે તમને તમારા સેટ-ટૉપ બૉક્સ પર કાર્યક્રમ સ્ટોર કરવાની મંજૂરી આપે છે, પરંતુ અન્ય એપ્સ જેમ કે ઝી5, વુટ વગેરે તમને આવો વિકલ્પ આપશે નહીં.
હું રેકોર્ડ કરેલા કન્ટેન્ટને કેવી રીતે ઍક્સેસ કરી શકું છું? હું તેને કેવી રીતે કાઢી કરી શકું છું?
સાઇડ મેનુ બાર હેઠળ ઉપલબ્ધ ‘’મારા રેકોર્ડિંગ વિભાગ’’માંથી રેકોર્ડ કરેલા કન્ટેન્ટને ઍક્સેસ કરી શકાય છે. તેમાં મારા રેકોર્ડિંગ, શેડ્યૂલ્ડ રેકોર્ડિંગ અને રિમાઇન્ડર્સ હશે. તેને જોવા માટે તમે મારા રેકોર્ડિંગ પર ક્લિક કરી શકો છો. શેડ્યૂલ્ડ રેકોર્ડિંગ અને રિમાઇન્ડર્સ પણ જોઈ શકાય છે અને વર્ણન પેજમાંથી કાઢી પણ શકાય છે.
હું મારી હાર્ડ ડિસ્ક અથવા પેનડ્રાઈવને કેવી રીતે ફોર્મેટ કરી શકું છું?
તમારી ડ્રાઇવ પસંદ કરવા માટે તમે સેટિંગ>રેકોર્ડર>હાર્ડ ડિસ્ક ફોર્મેટમાં જઈ શકો છો. પછી પસંદ કરેલ ડ્રાઇવને ફોર્મેટ કરવા માટે વિકલ્પ પર ક્લિક કરો.
હું પેરેન્ટલ નિયંત્રણ કેવી રીતે સેટ કરી શકું છું?
તમે તમારી પસંદગી અનુસાર સેટિંગ>પેરેન્ટલ લૉકમાંથી ચૅનલ લૉક કરી શકો છો. વિભાગને ઍક્સેસ કરવા માટે તમારે પાસવર્ડ બનાવવો પડશે અને તેને દાખલ કરવો પડશે. પહેલાંથી લૉક કરેલી ચેનલો પણ અહીંથી અનલૉક કરી શકાય છે. તમને અહીં શૈલી દ્વારા ચૅનલને ક્રમબદ્ધ કરવાનો વિકલ્પ પણ મળશે.
DishSMRT HUB પર ઉપયોગ કરવા માટે કયા કયા બ્રાઉઝર સપોર્ટેડ છે?
પ્લેટફોર્મ પર કોઈ ઇનબિલ્ટ બ્રાઉઝર ઉપલબ્ધ નથી. જોકે તમે ગૂગલ પ્લેસ્ટોરમાંથી તમારી પસંદગીના બ્રાઉઝરને ડાઉનલોડ કરી શકો છો, જેનો ઉપયોગ તમારી મૂળભૂત બ્રાઉઝિંગની જરૂરિયાતો માટે કરી શકાય છે. દા.ત. પુફિન ટીવી બ્રાઉઝર, ટીવી વેબ બ્રાઉઝર, એન્ડ્રોઇડ ટીવી માટે વેબ બ્રાઉઝર વગેરે.
હું એપ્સને ઍક્સેસ અથવા નવી એપ્સને ડાઉનલોડ કેવી રીતે કરી શકું છું?
તમે હોમ સ્ક્રીન પર તમામ એપ્સ અથવા ફીચર્ડ એપ્સ રેલમાંથી એપ્સને ઍક્સેસ કરી શકો છો. તમે હોમ સ્ક્રીન પર ઉપલબ્ધ સાઇડ મેનુ બારથી પણ એપ્સ વિભાગ ઍક્સેસ કરી શકો છો. તમે બધા એપ્સ વિભાગમાંથી ફીચર્ડ એપ્સ અથવા ડાઉનલોડ કરેલા એપ્સને ઍક્સેસ કરી શકો છો. તમે ગૂગલ પ્લેસ્ટોરમાંથી પણ નવા એપ્સ અથવા ગેમ્સ ડાઉનલોડ કરી શકો છો.
હું મારા ડિવાઇસમાંથી એપ્સને કેવી રીતે હટાવી શકું?
તમે સેટિંગ>એન્ડ્રોઇડ સેટિંગ>એપ્સ પર જઈ શકો છો. તમે જે એપને હટાવવા અને તેને અનઇન્સ્ટૉલ કરવા માંગો છો તે પસંદ કરો.
હું મારા સેટ-ટૉપ બૉક્સ પર ઇન્સ્ટૉલ કરેલી એપ્સને કેવી રીતે અપડેટ કરી શકું છું?
જ્યારે પણ એસટીબી ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોય ત્યારે ગૂગલ પ્લેસ્ટોર પર ડિફૉલ્ટ સેટિંગ ઑટોમૅટિક રીતે એપ્સને અપડેટ કરે છે. આ અપડેટ પૃષ્ઠભૂમિમાં થશે અને અપડેટના સમયગાળા દરમિયાન કામગીરી ધીમી રહી શકે છે. જો તમે આવી સમસ્યાનો સામનો કરી રહ્યાં હોય તો તમે ઑટો એપના અપડેટને નિષ્ક્રિય કરી શકો છો. આની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે આનાથી તમે નવીનતમ અપડેટ અને વિવિધ એપ્સના માધ્યમથી તેને ફિક્સ કરવાની તક ગુમાવી દેશો
ડિવાઇસ પર ડાઉનલોડ કરેલ એપ્સ ક્યાં સ્ટોર થશે?
ડાઉનલોડ કરેલ એપ્સ સેટ-ટૉપ-બૉક્સની આંતરિક મેમરીમાં સ્ટોર થશે. તેથી એકવાર તમારી ડિવાઇસની મેમરી પૂરી ભરાઈ જાય તે પછી તમારે જગ્યા ખાલી કરવા માટે થોડી એપ્સ હટાવવી પડશે. જેમ કે કોઈપણ એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ માટે કરવામાં આવે છે.
જો બૉક્સ નિષ્ક્રિય સ્થિતિમાં હોય તો શું તમે કોઈ એપ અથવા ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ અથવા ડાઉનલોડ કરી શકો છો?
તમારી પાસે પ્લૅટફોર્મ પર ઉપલબ્ધ વિવિધ એપ અથવા વૉઇસ સર્ચ, પોસ્ટર્સ વગેરે જેવી ઇન્ટરનેટ આધારિત સેવાનો ઍક્સેસ જોઈતો હોય તો તમને ઍક્ટિવ અને કાર્યરત ડિશ ટીવી કનેક્શનની જરૂર પડશે.
હું સર્ચ કાર્યક્ષમતાનો ઉપયોગ કેવી રીતે કરી શકું છું?
તમે હોમ સ્ક્રીન પર સાઇડ મેનુ બારથી સર્ચને ઍક્સેસ કરી શકો છો. તમે તમારા રિમોટનો ઉપયોગ કરીને સ્ક્રીન કીવર્ડ પર શું શોધી રહ્યા છો તેમાં સીધા લખી શકો છો. તમે સંબંધિત કન્ટેન્ટ શોધવા માટે વૉઇસ સર્ચનો પણ ઉપયોગ કરી શકો છો. રિમોટ પર બટનથી વૉઇસ સર્ચને સીધા ઍક્સેસ કરી શકાય છે અથવા કીબોર્ડ સર્ચ દરમિયાન સર્ચ ટૅબના આગલા એલએચએસ પર પણ ઉપલબ્ધ છે.
હું વૉઇસ સર્ચનો કેવી રીતે ઉપયોગ કરી શકું?
તમે તમારા રિમોટ પર Google Assistant બટન દબાવી અને તમે રિમોટમાં જે શોધવા માંગો છો તે કીવર્ડ બોલી શકો છો. Google Assistant જવાબ આપશે અથવા તમારી સમસ્યામાં મદદ કરશે. તમે Assistant ને જોઈએ તેટલા પ્રશ્નો પૂછી શકો છો
  • 1)સમગ્ર એપમાં મીડિયા શોધો અને પ્લે કરો
  • 2)ટીવી જોતી વખતે જવાબો મેળવો
  • 3)તમારા સ્માર્ટ હોમ ડિવાઇસને નિયંત્રિત કરો
  • 4)મ્યુઝિક પ્લે કરો, હવામાનની અપડેટ મેળવો અને બીજું ઘણું બધું કરો
તમે તમારી ગૂગલ હોમ એપ પર રસપ્રદ દિનચર્યાઓ પણ સેટ કરી શકો છો. આ વિશે વધુ જાણવા માટે કૃપા કરીને મુલાકાત લો https://support.google.com/googlenest/answer/7029585?co=GENIE.Platform%3DAndroid&hl=en
અમુક સમયે વૉઇસ સર્ચ યોગ્ય પરિણામો પ્રાપ્ત કરતા નથી. મારે શું કરવું જોઈએ ?
તમે વધુ સારા પરિણામો માટે સેટિંગ્સ > એન્ડ્રોઇડ સેટિંગ્સ > ભાષામાંથી ભાષા બદલી શકો છો. જોકે અમે તમને અંગ્રેજી (આઇએન)નો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ.
શોધ પરિણામોમાં પુખ્ત કન્ટેન્ટ સૂચિબદ્ધ નથી તેની ખાતરી કેવી રીતે કરવી?
સ્ક્રીન પર કોઈ પણ વાંધાજનક કન્ટેન્ટને ટાળવા માટે, કૃપા કરીને નીચે જણાવેલ પગલાં અનુસરો. અહીં જાઓ, સેટિંગ -> એન્ડ્રોઇડ સેટિંગ -> સર્ચ: SafeSearchFilter સક્ષમ કરો
યૂટ્યૂબ ભલામણો તમારી વ્યૂવિંગ પેટર્નના આધારે પણ કાર્ય કરે છે. તમે યૂટ્યૂબ સેટિંગમાંથી પ્રતિબંધિત મોડને સક્ષમ કરીને અહીંથી વાંધાજનક કન્ટેન્ટને નિષ્ક્રિય કરી શકો છો. આ ઉપરાંત તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રીને પણ ક્લિયર કરો.
અહીં જાઓ, યૂટ્યૂબ -> સેટિંગ: પ્રતિબંધિત મોડને સક્ષમ કરો
શું આ બૉક્સ કોઈપણ વિશિષ્ટ પ્રકારના ટીવી સાથે અનુકૂળ છે?
DishSMRT HUB એલઇડી, એલસીડી અથવા પ્લાઝ્મા ટેક્નોલોજી પર 4K, HD સહિત તમામ પ્રકારના ટીવી સાથે સુસંગત છે. બૉક્સ એચડીએમઆઇ અને સીવીબીએસ આઉટપુટને સપોર્ટ કરે છે. તેથી એચડીએમઆઇ અને સીવીબીએસ ઇનપુટને સપોર્ટ કરતા બધા પ્રકારના ટીવી સાથે સુસંગત છે.
આ બૉક્સ સાથે ટેકનોલોજીમાં ફેરફારો શું છે?
બૉક્સ એન્ડ્રોઇડ ટીવી આધારિત ઇન્ટરનેટ કનેક્ટેડ સેટ-ટૉપ-બૉક્સ છે. અગાઉના બૉક્સ SD/HD હતા અને અમુક રેકોર્ડ કરવાની સુવિધા ધરાવે છે.
પ્રારંભિક સેટઅપ પછી કોઈપણ સમસ્યાના કિસ્સામાં હું મારા બ્લૂટૂથ રિમોટને કેવી રીતે જોડી શકું છું?
તમારા બ્લૂટૂથ રિમોટને ફરીથી જોડવા માટે કૃપા કરીને આરસીયુ પર લાલ એલઇડી ચાલુ થાય ત્યાં સુધી "ઓકે" બટન દબાવો અને હોલ્ડ કરો. ત્યારબાદ તમારું રિમોટ ફરીથી જોડાઈ જશે. જ્યારે પણ આવી કોઈ ચોક્કસ સમસ્યા આવે ત્યારે આ જ પગલાંઓને અનુસરો.
હું ટીવી પાવર માટે લર્નિંગ કીનો ઉપયોગ કેવી રીતે કરી શકું છું અને રિમોટ પર સોર્સ કી શું છે?
ઉપયોગ કરવા માટે વપરાશકર્તા મેન્યુઅલ પેજ નંબર 6 પરના સેટઅપને રિફર કરો. ટીવી પાવર અને સોર્સ કી આરસીયુ પર ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ ટીવીને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે.
હું આ સેટ-ટૉપ બૉક્સને ઇન્ટરનેટ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકું?
DishSMRT HUB માં ઇનબિલ્ટ વાઇ-ફાઇ રિસીવર છે, જેથી તમે તમારા ઘરના વાઇ-ફાઇ નેટવર્ક અથવા મોબાઇલ હૉટસ્પૉટ સાથે સહેલાઈથી કનેક્ટ થઈ શકો છો. જો તમારી પાસે કોઈ વાઇ-ફાઇ નેટવર્ક ન હોય તો તમે ઇથરનેટ કેબલનો ઉપયોગ કરીને તમારા બૉક્સને કનેક્ટ કરી શકો છો.
આ માટે જરૂરી ન્યૂનતમ ઇન્ટરનેટ સ્પીડ શું છે?
ભલામણ કરેલ ઇન્ટરનેટની ઝડપ 4 એમબીપીએસ અને તેનાથી વધુ છે. કૃપા કરીને નોંધ કરો કે 4K કન્ટેન્ટ જોવા માટે ઉચ્ચ ઝડપની જરૂર પડી શકે છે.
જો હું ઇન્ટરનેટનો ઉપયોગ કરતો નથી, તો શું હું આનો ઉપયોગ સરળ એસટીબી તરીકે કરી શકું?
હા, તમે તેનો સરળ સેટ-ટૉપ બૉક્સ તરીકે ઉપયોગ કરી શકો છો, પરંતુ સારા અનુભવ માટે ઇન્ટરનેટ કનેક્શન સાથે તેનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ.
આ બૉક્સમાં કેટલી આંતરિક મેમરી છે અને હું તેનો ઉપયોગ કેવી રીતે કરી શકું છું?
બૉક્સમાં 8જીબી આંતરિક મેમરી છે. વપરાશકર્તા તેમની જરૂરિયાત અનુસાર ગૂગલ પ્લેસ્ટોરમાંથી એપ્સ અને ગેમ્સ ડાઉનલોડ કરી શકે છે. એપ્સને પણ મેનેજ કરી શકાય છે અને સેટિંગ્સ>એન્ડ્રોઇડ સેટિંગ્સ>એપ્સ> સંબંધિત એપ્સ પસંદ કરો>અનઇન્સ્ટૉલ કરીને હટાવી શકાય છે.
શું મને આ માટે તમારા તરફથી રિકૉર્ડિંગ / ડાઉનલોડ કરવાની જગ્યા મળશે?
રિકૉર્ડિંગ માટે વપરાશકર્તાએ પોતાનું પેન-ડ્રાઇવ અથવા યુએસબી ડિસ્કને કનેક્ટ કરવું પડશે.
જો તમામ આંતરિક મેમરીનો ઉપયોગ થઈ ગયો હોય તો મારે શું કરવું જોઈએ? શું હું આંતરિક સ્ટોરેજને વિસ્તૃત કરી શકું છું?
આંતરિક સ્ટોરેજને વિસ્તૃત કરી શકાતો નથી. તમારે બૉક્સની મેમરી વધારવા માટે અમુક એપ્સ હટાવવા પડશે.
મારા વ્યક્તિગત યુએસબી ડ્રાઇવ પર ઉપલબ્ધ મારા ફોટા, મૂવીને હું કેવી રીતે જોઈ શકું છું.
તમારે બધા એપ્સમાં ઉપલબ્ધ ડેટા શોધવા માટે તમારે તમારા પેન-ડ્રાઇવ સાથે જોડાણ કરવાની જરૂર છે અને ડાઉનલોડ કરેલ એપ "ફાઇલ બ્રાઉઝર" ને ઍક્સેસ કરવાની જરૂર છે. તમારે સ્થાનિક કન્ટેન્ટ બ્રાઉઝિંગને સપોર્ટ કરનારી કોઈપણ એપને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની આવશ્યકતા છે. એફએક્સ ફાઇલ એક્સપ્લોરર, વીએલસી, એક્સ-પ્લોર ફાઇલ મેનેજર, ફાઇલ મેનેજર પ્રો એન્ડ્રોઇડ ટીવી વગેરે અમુક ઉદાહરણો છે.
સ્માર્ટફોન પર ઉપલબ્ધ મારા ફોટા, મૂવીને હું કેવી રીતે જોઈ શકું છું? કાસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો?
તમે મોટી સ્ક્રીન પર સીધા જ તમારા ફોનને કાસ્ટ અથવા સ્ક્રીન મિરર કરી શકો છો. કાસ્ટિંગ સુવિધાનો ઉપયોગ કરવા માટે, DishSMRT HUB અને તમારો સ્માર્ટફોન સમાન વાઇ-ફાઇ નેટવર્ક પર હોવા જોઈએ. આગળ, તમારા સ્માર્ટફોન પર સક્ષમ કરેલ કોઈપણ કાસ્ટ એપ્લિકેશન ખોલો. ટીવી સ્ક્રીન પર કન્ટેન્ટને જોવા માટે કાસ્ટ આઇકનને દબાવો અને તમારા ટીવી પર એપ્લિકેશન્સ કાસ્ટ કરો.
તમે ટીવી પર સ્ક્રીનને મિરર કરવા માટે તમારા સ્માર્ટફોન પર ગૂગલ હોમ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકો છો. કાસ્ટિંગ વિશે વધુ જાણવા માટે કૃપા કરીને https://support.google.com/chromecastbuiltin/answer/6059461?hl=en ની મુલાકાત લો
ક્રોમકાસ્ટ પર કઈ કઈ એપ્લિકેશનો સપોર્ટ કરે છે?
ક્રોમકાસ્ટ સક્ષમ એપની સૂચિ અહીં મળી શકે છે – https://www.google.com/chromecast/built-in/apps/
હું ઇન્ટરનેટ જોઈ શકતો નથી, પરંતુ ડીટીએચ કનેક્શન સારી રીતે કામ કરી રહ્યું છે. શું કરવું જોઈએ?
કૃપા કરીને ખાતરી કરો કે તમારું ઇન્ટરનેટ કનેક્શન સારી રીતે કામ કરી રહ્યું છે. ન્યૂનતમ આવશ્યક ઝડપ 4એમબીપીએસ છે. જો તમે તમારા એન્ડ્રોઇડ બૉક્સ પર કોઈ ઑનલાઇન કન્ટેન્ટ જોવા અથવા પ્લે કરવામાં અસમર્થ હોય, તો કૃપા કરીને નીચે આપેલી બાબતો તપાસો:
  • 1)કૃપા કરીને તપાસો કે તમારા સ્માર્ટફોન અથવા લૅપટૉપ પર ઉપલબ્ધ નેટવર્કથી ઇન્ટરનેટ ઍક્સેસ કરી શકો છો કે નહીં. જો હા હોય, તો તમારે તમારા બૉક્સ પર વાઇ-ફાઇ અથવા IP સેટિંગ તપાસવાની જરૂર છે.
  • 2)શું કોઈ એપ અપડેટ પ્રક્રિયામાં છે? જો હા, તો કૃપા કરીને અપડેટ સમાપ્ત થયા પછી ફરીથી તપાસો.
શું ટીવી પર નેટવર્કની ઝડપ તપાસવા માટે કોઈ એપ છે?
તમે એટીવી પ્લેસ્ટોર પર ઉપલબ્ધ સ્પીડટેસ્ટ એપનો ઉપયોગ કરી શકો છો.
શું હવામાનની પરિસ્થિતિ મારા ટીવી જોવાના અનુભવ પર અસર કરશે?
અવરોધિત અથવા બ્લૉક કરવામાં આવેલા સિગ્નલને કારણે ખરાબ હવામાન દરમિયાન ડીટીએચ સિગ્નલ પર અસર પડી શકે છે. જોકે, કનેક્ટિવિટી સ્થિર હશે તો અવિરત ઇન્ટરનેટ આધારિત સેવાઓનો અનુભવ લઈ શકો છો.
લાંબા સમયગાળા સુધી ટીવીના કાર્યક્રમો જોવા માટે મારે કેટલા પૈસા ખર્ચવા પડશે?
કોઈપણ ટીવી ચૅનલ જોવા માટે તમને કોઈપણ ઇન્ટરનેટ શુલ્ક લાગતો નથી. હોમ સ્ક્રીન અને વૉઇસ સર્ચ ફીચરની ભલામણ માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર પડશે, પરંતુ ડેટાનો વપરાશ ખૂબ જ ઓછો રહેશે. જો તમે કોઈ ઑનલાઇન વિડિઓ અથવા કન્ટેન્ટ જોશો, તો તમારી પાસેથી ડેટા ચાર્જ વસૂલવામાં આવશે, જે પસંદ કરેલ વિડિઓની ગુણવત્તા પર આધારિત રહેશે અને એપથી એપ બદલાશે.
જો મારી પાસે ઇન્ટરનેટ કનેક્શન ન હોય તો કઈ કઈ સુવિધાઓ અનુપલબ્ધ રહેશે?
વૉઇસ/ટૅક્સ્ટ આધારિત શોધ, હોમ પેજ પરની ભલામણો, યૂટ્યૂબ, પ્લેસ્ટોર જેવી એન્ડ્રોઇડ ટીવી સેવાઓ, વિશિષ્ટ એપ્સ કે જેના માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી આવશ્યક હોય તે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવા પર અનુપલબ્ધ રહેશે.
શું રેકોર્ડિંગ કરતી વખતે વિવિધ કાર્યક્રમ જોવા શક્ય છે?
તમારા DishSMRT HUB માં એક જ ટ્યૂનર છે. એટલે, તમે કોઈપણ સમયે માત્ર એક જ ડીટીએચ ચૅનલ ટ્યૂન કરી શકો છો. તમે એક સમયમાં
  • 1)રેકોર્ડ કરો અને એ જ ચૅનલ પછી જુઓ
  • 2)1 ચૅનલ રેકોર્ડ કરો અને અન્ય એપ પર બીજું કંઈક જુઓ
  • 3)1 ચૅનલ રેકોર્ડ કરો અને રેકોર્ડિંગ જુઓ
  • 4)લાઇવ ટીવીને અટકાવો
શું મારૂ હાલનું ટીવી રિમોટ DishSMRT HUB સાથે કામ કરશે?
નહીં. DishSMRT HUB નવા બ્લૂટૂથ રિમોટ કન્ટ્રોલનો ઉપયોગ કરે છે, જેમાં Google Assistant, હોમ, ઑપ્શન, યૂટ્યૂબ અને વૉચો જેવી વિશેષ કી છે, જે સંબંધિત વિભાગોમાં સીધો ઍક્સેસ પ્રદાન કરે છે.
આ બ્લૂટૂથ રિમોટ સાથે ઉપલબ્ધ કોઈપણ નવી સુવિધાઓ?
સેટ-અપના ભાગ રૂપે સેટ-ટૉપ બૉક્સની સાથે જોડાણ કરવું આવશ્યક છે.
  • 1)વૉઇસ સર્ચ
  • 2)ટીવી તરફ પૉઇન્ટ કરવાની અને શૂટ કરવાની જરૂર નથી
  • 3)તમે તમારી પસંદગીના કન્ટેન્ટ ટાઇપ કરવા અને શોધવા માટે કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો
શું હું મારા બ્લૂટૂથ સ્પીકર્સને પણ કનેક્ટ કરી શકું ?
હા, બ્લૂટૂથ સ્પીકર્સને કનેક્ટ કરી શકાય છે.
શું હું એન્ડ્રોઇડ બૉક્સને નિયંત્રિત કરવા માટે મારા મોબાઇલનો ઉપયોગ કરી શકું છું?
તમે પ્લેસ્ટોરમાંથી એન્ડ્રોઇડ ટીવી રિમોટ કન્ટ્રોલ એપને ડાઉનલોડ કરી શકો છો અને તમારા એન્ડ્રોઇડ બૉક્સને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. શરૂ કરવા માટે, તમારા એન્ડ્રોઇડ ફોન અથવા ટૅબ્લેટને એ જ નેટવર્ક સાથે કનેક્ટ કરો કે જેની સાથે તમારું એન્ડ્રોઇડ ટીવી ડિવાઇસ કનેક્ટ થયેલું છે અને પછી બ્લૂટૂથના માધ્યમથી તમારા એન્ડ્રોઇડ ટીવીને પ્રાપ્ત કરો. ત્યારબાદ તમારા એન્ડ્રોઇડ ટીવીના રિમોટ તરીકે તમારા એન્ડ્રોઇડ ફોન અથવા ટૅબ્લેટનો ઉપયોગ કરો. તમારા એન્ડ્રોઇડ ટીવી ડિવાઇસ પર કન્ટેન્ટને નેવિગેટ કરવા અને ગેમ્સને પ્લે કરવા માટે ડી-પૅડ અને ટચપૅડ મોડ્સ વચ્ચે સરળતાથી સ્વિચ કરો. વૉઇસ સર્ચ શરૂ કરવા માટે માઇક પર ટૅપ કરો, અથવા એન્ડ્રોઇડ ટીવી પર ટૅક્સ્ટ દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરો.
હું નવીનતમ એન્ડ્રોઇડ સૉફ્ટવેર અપડેટની તપાસ કેવી રીતે કરી શકું છું?
તમે એન્ડ્રોઇડ સેટિંગની મુલાકાત લઈ શકો છો અને કોઈપણ સિસ્ટમ અથવા રિમોટ કન્ટ્રોલ સૉફ્ટવેર અપડેટ તપાસવા માટે વિષય વિભાગમાં જઈ શકો છો.
સેટ-ટૉપ-બૉક્સ સૉફ્ટવેર અપડેટ માટે હું કેવી રીતે તપાસ કરી શકું છું?
તમે નવીનતમ સૉફ્ટવેરની ઉપલબ્ધતા તપાસવા માટે સેટિંગ > ટૂલ્સ > સોફ્ટવેર અપગ્રેડ વિભાગની મુલાકાત લઈ શકો છો.
ક્યારેક મારું સેટ-ટૉપ બૉક્સ ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે. આ સમસ્યાને કેવી રીતે ઠીક કરવી?
આ સ્થિતિમાંથી રિકવર થવા માટે તમારે પાવર રિસાયકલ કરવું પડશે. જો તેમ છતાં સમસ્યા ચાલુ રહે તો સેટિંગ > એન્ડ્રોઇડ સેટિંગ > સ્ટોરેજ અને રિસેટમાં જાઓ અને ફેક્ટરી ડેટા રિસેટ કરો.
**કૂપનદુનિયાની ઑફરના નિયમો અને શરતો માટે અહીં ક્લિક કરો | રિડીમ કેવી રીતે કરવું તે જાણવા માટે અહીં ક્લિક કરો
  • મિરાકાસ્ટ
  • DishSMRT Hub દ્વારા સંચાલિત તમારા ટીવીમાં તમારા એન્ડ્રોઇડ ડિવાઇસની કન્ટેન્ટ મિરર કરો
  • સ્માર્ટ હોમ ડિવાઇસને નિયંત્રિત કરો
  • મ્યુઝિક, હવામાન અને બીજું ઘણું મેળવો
  • મિરાકાસ્ટ-સર્ટિફાઇડ ડિવાઇસ, તેના ઉત્પાદક ભલે કોઈપણ હોય તેમ છતાં પરસ્પર સંપર્ક કરી શકે છે
  • અનેક વપરાશકર્તા
  • તમારા રેલ માટે વ્યક્તિગત ભલામણો મેળવો
  • તમારી પ્રોફાઇલ અનુસાર મનપસંદ ચૅનલ અને લૉક ચૅનલ સેટ કરો
  • તમારી વૉચિંગ હિસ્ટ્રી (એપ અથવા ટીવી ચૅનલ્સ) અનુસાર હોમ સ્ક્રીન પર તાજેતરની રેલ
  • હોમ સ્ક્રીનમાં ઉપલબ્ધ રેલ્સ કસ્ટમાઇઝેશન પસંદ કરેલ પ્રોફાઇલ અનુસાર બદલાશે
  • તેને નિયંત્રિત કરો
  • તમારા એન્ડ્રોઇડ બોક્સ માટે રિમોટ તરીકે તમારા એન્ડ્રોઇડ ફોન અથવા ટૅબ્લેટનો ઉપયોગ કરો
  • પ્લેસ્ટોર પર ઉપલબ્ધ એટીવી રિમોટ એપ ડાઉનલોડ કરો
  • ડી-પૅડ અને ટચપૅડ મોડ વચ્ચે સરળતાથી સ્વિચ કરો
  • વૉઇસ સર્ચ શરૂ કરવા માટે માઇક ઉપલબ્ધ છે, અથવા કીબોર્ડનો ઉપયોગ કરો
  • ક્રોમકાસ્ટ
  • એપ્સ પર મીડિયા શોધો અને પ્લે કરો
  • ટીવી જોતી વખતે પ્રશ્નો પૂછો
  • સ્માર્ટ હોમ ડિવાઇસને નિયંત્રિત કરો
  • મ્યુઝિક, હવામાન અને બીજું ઘણું મેળવો

    વૉચો ધમાલ સાથે એક મહિના માટે કોઈ અતિરિક્ત ખર્ચ વગર ₹ 1066 ના મૂલ્યની 16 ઓટીટી એપનો આનંદ માણો.

    watcho dhamaal pack

    નિયમો અને શરતો લાગુ
    સૌથી ઊપર જાઓ